વૃક્ષ - આકૃતિબા મોરી - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023

વૃક્ષ - આકૃતિબા મોરી


વંદન એ વૃક્ષને જે બન્યાં મારા ભેરુ.

અરણ્યમાં અડાબીડ ઊભેલા એ, 

      મને ખભે-ખભો મેળવવાનું કહેતાં. 

એ લીલુંછમ ઘાસ જે, 

      પૃથ્વીનો આદિમ રોમાંચ! 

એ ધરતી પર સરકતી વેલો,

      મને સૌની સાથે ચાલવા કહેતી! 

પપૈયાનું બાહુ ફેલાવતું ઝાડ, 

    આવકાર સૌને મીઠો આપવા કહેતું!

એ વંદનીય વૃક્ષો, 

     મને મિત્ર બની રહેવા કહેતું!


-આકૃતિબા મોરી 

ઉપરોક્ત કૃતિ સ્વરચિત છે. જેની બાંહેધરી આપું છું. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

જેને દોસ્ત સમજ્યો, તેણે જ છરો ભોંક્યો!

        ઘરના છોકરાં ઘંટી ચાટે અને આતંકવાદીઓને આંટો, આ નીતિ અત્યારે પાકિસ્તાનને એટલી ભારે પડી રહી છે કે પાકિસ્તાને દેવાળું ફૂંકયું છે. પાકિસ્...