Pages

મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023

ઉપાસના - દેવીબેન વ્યાસ વસુધા



રચનાનું નામ - ઉપાસના

લેખકનું નામ- દેવીબેન વ્યાસ વસુધા

➖➖➖➖➖➖➖➖➖➖➖


લગન સાચી સજાવે તો, ફળે ઉપાસના કાયમ.

કદમ જાણી ઉઠાવે તો, ફળે ઉપાસના કાયમ.


નથી તારું કશું જ્યાં હાથમાં નાહક વ્યથાઓ છોડ,

કલહ દિલથી ભગાવે તો, ફળે ઉપાસના કાયમ.


ડરે છે કેમ તું સંતાન આખર સિંહ કેરું છે,

નજર જગથી હટાવે તો, ફળે ઉપાસના કાયમ.


ઉભો છે નાથ પાછળ પીઠને તું ફેરવીને જો,

સમય તારો સમારે તો, ફળે ઉપાસના કાયમ.


જરાં આતમ તણાં એ સાદને ઓળખ લગાવી કાન,

શિવોહંને જગાવે તો, ફળે ઉપાસના કાયમ.


લગાવી એક આસન બેસ નિકટ ઈશની આગળ,

સરળ થઇને વધાવે તો, ફળે ઉપાસના કાયમ.


મિલન કર ભીતરે જે રાહ જોવે છે હજું તારી,

મિલન મનથી બનાવે તો, ફળે ઉપાસના કાયમ.


દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર

લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર


બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.