Pages

મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023

વામન અવતાર - વંદના દવે

રચનાનું નામ :- વામન વિશેષ 

લેખિકાનું નામ:- વંદના દવે

પ્રકાર :- પદ્ય (અછંદાસ)

શીર્ષક:- વામન અવતાર


" વામન ભગવાન...."


વિષ્ણુએ ધરીયો વામન અવતાર,

બલીને નાથવા દ્વીજના ઉદ્ધારક.


યજ્ઞ ઠેર ઠેર બ્રહ્મમુખે મંત્રોચ્ચાર,

જ્ઞાનસરિતા વહે મંદિર સૂમસામ. 


ઇન્દ્રનું ઇન્દ્રાસન લાગ્યું ડોલવા

આજ, 

ત્યાં મળી સાથ દેવો આવ્યા વિષ્ણુ પાસ.


લીધું બ્રાહ્મણ સરીખું રૂપ દીનબંધુ,

શ્વેતવસ્ત્ર કર કમંડલ કરુણા સિંધુ.


યજ્ઞોપવિત અંગે ધરી વેદ મુખે ઉંચરે,

સૂર્ય ચંદ્ર સરીખું તેજ લોક દેખે

અનિમેશે.


શુક્રને થઈ ઘણી શંખ ન હો રૂપ આવું માનવ,

નક્કી વિષ્ણુની કપટલીલા માયાજાળ!


બલિએ પગ પખાળી પૂજ્યા બ્રાહ્મણ,

માંગો માંગો બ્રહ્મદેવ લીધું કરમાં

આચમન.


ત્રણ ડગલાં પૃથ્વીના આપો અવર ન કઈ,

હસી પડ્યો બલી મર્મ ન સમજ્યો મૂર્ખ !


વામનમાંથી થયા વિરાટ આકાશને આંબ્યા,

બલીને પાતાળ ચાપ્યો હસી ઊભા !!!


છડીદાર બન્યા બલીના દે પહેરો ખડેપગે,

લક્ષ્મીજી બહાવરા બની શોધે હરીને ઘણે ઘણે.


શોધતા શોધતા પાતાળે આવ્યા લક્ષ્મીજી,

શરમાઈ ઘણું આડું ધરે મુખ લક્ષ્મી

પતિ.


આવ્યા રક્ષા કવચ લઈ બાંધી બલીને કર રાખડી,

માંગો આજ માંગો તે આપુ મુજ ભગિની.


છોડો મુજ સ્વામી વૈકુંઠ ઘણું મુરઝાઇ,

ભવો ભવ રક્ષાબંધનનો તહેવાર ઉજવાય.


વિશ્વે વામને કર્યો વાસ   વામનસ્થળી, ધન્ય 'વંદના'થઈ સાર્થક  વામન ખોળે રમી !!!


વંદના દવે ✍️


બાંહેધરી:-હું વંદના દવે ખાતરી આપું છું કે આ મારી મૌલિક રચના છે જો એ કોપીની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.