Pages

મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023

તરસ - શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની'

રચનાનું નામ: તરસ

લેખકનું નામ: શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની'


આવીને હરિ તું દેને દરસ!

હરિ મિલનની લાગી તરસ..

નયન મારાં નિહારે વાટ..!

હરિ મિલનની લાગી તરસ..


તારા વીણ કોને નિહાળું!

તારા વીણ કોને સાંભળું!

તારા વીણ કોઈ નથી મારૂં!

મને હરિ મિલનની લાગી તરસ..


સેવા ને સત્કાર્ય કરીને, 

હરિ સેવામાં લીન બનીને,

નિહાળું..સંભારૂં..સ્વીકારું તને, 

મને હરિ મિલનની લાગી તરસ..


કરું અંતર થી હું પોકાર!

વિરહની વેદનાની વાત!

છે આ દીલની સાચી વાત,

લાગી હરિ મિલન ની તરસ..


શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી,

'મૌની' વડોદરા


બાંહેધરી: ઉપરોક્ત રચના મારી સ્વરચિત અને અપ્રકાશિત છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.