વારતા છે - ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

ગુરુવાર, 28 સપ્ટેમ્બર, 2023

વારતા છે - ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"

કવિતાનું નામ - વારતા છે

કવિનું નામ - ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"


એક રાજા એક રાણી આ બધાની વારતા છે,

આવડે લેતા મજા તો બહુ મજાની વારતા છે.


આમ ધરતી પર મળે છે ને ધરાની વારતા છે,

આભમાં પણ લઇ જનારી આસમાની વારતા છે.


પાસ આવી બેસ તો હું મૌન થઇને સંભળાવું,

એકલા તારા ને મારા ઓરતાની વારતા છે.


છૂટ આપી છે બધાને ઊડવાની તે છતાં પણ,

એક રૂંધી રાખનારા પીંજરાની વારતા છે.


આજની છે રોજની છે,એ નહીં પૂરી કરે કંઇ,

એને આની આ ભવોભવ રાખવાની વારતા છે.


જિંદગીભર સૌ ધજા ફરકાવવા મથતા રહે પણ,

એ ખબર પડતી નથી કોની ધજાની વારતા છે.


જાણતલ જાણી ગયા છે પણ નથી અણજાણ ઓછાં,

સૌની સાથે સૌની સામે, છાનીમાની વારતા છે.


ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"


હું ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી"

બાહેધરી આપું છું કે આ ગઝલ મારું પોતાનું મૌલિક સર્જન છે. 

અને એ જો કોઇની નકલ પૂરવાર થાય તો કાનુની પગલા ભરવાનો તમારો અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...