વિનાયક વિજ્ઞરાજ - શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની' - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 20 સપ્ટેમ્બર, 2023

વિનાયક વિજ્ઞરાજ - શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની'

રચનાનું નામ: વિનાયક વિજ્ઞરાજ 

લેખિકાનું નામ: શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી 'મૌની'


પ્રથમ સ્મરણ .. કરીએ સ્થાપન,

પધારો પાર્વતીનંદન..

ઘીગોળ મોદક દુર્વા ધરી,

આરતી ઉતારું વિનાયકની..


મૂષક ઉપર અસવાર થઈ,

આવ્યા વિનાયક વિજ્ઞહર્તા..

કષ્ટો અમારાં કાપજો તમે,

હે વિનાયક વિજ્ઞરાજ..


નામ તમારૂં બોલતાં જ,

ઉર ને થાતો હાશકારો..

મંગલ મૂરત શ્વેતાંગ તમે, 

ઉરના આશિષ આપજો..


હે વિનાયક વિજ્ઞરાજ..!

કૃપા દ્રષ્ટિ વરસાવજો..

ભૂલથી પણ ભૂલ થાય તો,

અમી દ્રષ્ટિ તમે રાખજો..


✍🏼શ્રીમતી મીનાક્ષી ત્રિવેદી,

'મૌની' વડોદરા


આથી હું બાંહેધરી આપું છું કે ઉપરોક્ત રચના મારી સ્વરચિત અને અપ્રકાશિત છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...