કવિતાનું નામ - તો મજા છે
કવિનું નામ - ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી"
વાત આ દમદાર માનો તો મજા છે,
રોજ મંગળ-વાર માનો તો મજા છે.
જે સતત નવલા દિવસની ભેટ આપે,
એમનો આભાર માનો તો મજા છે.
ઘાવ થઇને આવનારા હર વખતનો,
છે સમય ઉપચાર માનો તો મજા છે.
હોળી આવે કે દીવાળી આખરે તો,
છે બધા તહેવાર માનો તો મજા છે.
મોજ કરવા મોકલ્યા મહેમાન રૂપે,
આ જગતને દ્વાર માનો તો મજા છે.
કામનો ના ભાર લાગે એ દિવસને,
જો તમે રવિવાર માનો તો મજા છે.
- ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"
આથી હું ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"બાહેધરી આપું છું કે આ રચના મારું પોતાનું મૌલિક સર્જન છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.