Pages

સોમવાર, 2 ઑક્ટોબર, 2023

ઓક્ટોબર છે બીજી - ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી"

કવિતાનું નામ - ઓક્ટોબર છે બીજી

કવિનું નામ - ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી"


યાદ કરો ગાંધીની વાતો ઓક્ટોબર છે બીજી,

સૂતરની આંટી લઇ મોટી આવ્યા છે મંત્રીજી.


સાદા ચશ્મા સાદી ચપ્પલ હાથ લાકડી નેક,

સત્ય અહિંસા જેવી રાખો મનથી કાયમ ટેક. 


ગાંધી થાવું ખૂબ જ સ્હેલું વાત કરી બહું ઈઝી,

સૂતરની આંટી લઇ મોટી આવ્યા છે મંત્રીજી.


અપનાવો સમતા સજ્જનતા સાદી જીવન રીત,

ભેદ ભાવને ભૂલી જઇને સૌને કરીએ પ્રીત,


લોક રાજમાં લોકોએ તો કરવાનું બસ જી જી,

સૂતરની આંટી લઇ મોટી આવ્યા છે મંત્રીજી.


વાત બધી મુદ્દાની કીધી જાણે લીધો તાસ,

ઠાઠમાઠને જોતા એના શબ્દો થઇ ગ્યા લાશ,


હોય સમય બહુ ઓછો પાસે ક્યાંક સભા છે ત્રીજી.

સૂતરની આંટી લઇ મોટી આવ્યા'તા મંત્રીજી.


ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"


આથી હું ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"

બાહેધરી આપું છું કે આ કવિતા મારું પોતાનું મૌલિક સર્જન છે. એ જો કોઇની નકલ પૂરવાર થશે તો કાનુની પગલા ભરવાનો તમારો અધિકાર છે. 


વ્યાસ વાણી" 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.