Pages

સોમવાર, 2 ઑક્ટોબર, 2023

ગાંધી આવશે - શ્રીમાળી અંજના અંજિતા

કવિતાનું નામ: ગાંધી આવશે

કવિનું નામ:- શ્રીમાળી અંજના અંજિતા


ગાંધી આવશે...

_____________

ગાંધીને કરો જો સાદ તો ગાંધી આવશે,

સાચાં વચન વ્યવહારમાં ગાંધી આવશે.


અહિંસાને સત્યના માર્ગ પર ચાલો પછી,

નીડર થઈને સાથે તમારી ગાંધી આવશે.


જગતમાં કરુણા,અહિંસાનો સંદેશ લઇ,

ધર્મના માર્ગ પર ચાલવાં ગાંધી આવશે.


યાદ કરી લે સવિનય કાનૂન ભંગ ને બસ,

તલવારની ધાર ઉપર ગાંધી આવશે.


પ્રચંડ અતિ મૌન યુદ્ધ રુધિરથી રેલાયું,

લઈને શાંતિનું તાંડવ ગાંધી આવશે.


~અંજના શ્રીમાળી અંજીતા

હું બાહેધરી આપું છું કે આ મારી સ્વરચિત રચના છે 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.