Pages

બુધવાર, 4 ઑક્ટોબર, 2023

કૃષ્ણ તારી યાદ - ઘનશ્યામ વ્યાસ શ્યામ

રચના:- કૃષ્ણ તારી યાદ

લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ શ્યામ


કુંજગલીમાંથી જો તું નીસરે

તો આનંદ અમારો પ્રસરે,

તો યે ગોપીઓ તને જોઈને

કાબરચીતરો કેમ ચીતરે ?


આ કદંબના ઝાડે થી

તારી વાંસળી મધુર વાગે 

પણ અમારા હૈયાની વાત

મોરલીના મોઢે કેમ આવે?


રાધા મુખેથી જો પરોઢિયે

નામ તારું નીકળે

તો ગોવાળો સાથે ગાયો 

સાન ભાન કેમ વિસરે?


આ એકાંતની પળોમાં

સાથ તારો અમને મળે

 તો તું અમને વિસારે કે

અમે જાતે વીસરી જઈએ.


બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.