રચના : શરદપૂર્ણિમા
લેખક : બીના શાહ
🌹શરદપૂનમ.🌹
શરદપૂનમ બાર મહિના માની એક એવી પૂનમ છે જે, તન, મન ને ધન ત્રણે માટે સર્વશ્રેષ્ઠ છે.
આ પૂનમ કોજગરી" પૂનમ"તરીકે પણ જાણીતી છે, તે દિવસે,
લક્ષ્મીજી જ્યારે ચાંદની રાત્રે ફરવા નીકળે ત્યારે જુએ છે કે કોણ કોણ જાગે છે? પછી તે કર્મનિષ્ઠ ભક્તોને ધન/ધાન્ય થી ભરપૂર રહે તેવાં આશિષ આપે છે.
આ પૂનમને દિવસે ચંદ્રમા અશ્વિની નક્ષત્રમાં હોય છે માટે આ મહિનાનું નામ " અશ્વિની" ( આસો) પડ્યું છે.
ફકત ને ફકત શરદપૂનમને દિવસે જ ચંદ્રમાં એમની સોળ કળાઓથી સંપૂર્ણ ખીલે છે, ને પૃથ્વીથી સૌથી વધારે નિકટ હોય છે માટે આ દિવસે ચંદ્રમા કિરણોની " અમૃતવર્ષા" વરસાવે છે.
બ્રહ્મપુરાણ અનુસાર ચંદ્રમાંથી (સોમ) જે સુધામય તેજ પૃથ્વી પર પડે છે તેનાથી અને સોળેકળાએ પણ મળે તેનાથી ઔષધિઓનું ઉત્પતિ થાય છે ને તે પ્રતિકારક ને બળવાળી બને છે માટે આયુર્વેદાચાર્ય આ પૂનમની પ્રતીક્ષા કરતાં હોય છે, જેથી જીવનદાયિની રોગનાશક જડીબુટ્ટીઓ પર ચંદ્રના તેજનો ને સોળેકળા નો સમન્વય થાય તેની સારી અસર રોગીઓ ઉપર સારી થાય છે.
જેઠ,અષાઢ,શ્રાવણ,ભાદરવા મહિનામાં પિત્તનું સંચય થાય છે તેને દૂર કરવા માટે શરદપૂનમની શીતળ ચાંદનીમાં આખી રાત ચંદ્રના પ્રકાશમાં રાખેલી ખીર સવારે ખાલી પેટે ખાવાથી શરીર નિરોગી બને છે.
સ્વયમ્ સોળેકળા શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે, શ્રીકૃષ્ણ પોતે પોતાની "રાધારાણી" ને અન્ય સખીઓ સાથે મહારાસ રચે છે, માટે આને "રાસ પૂર્ણિમા" પણ કહેવામાં આવે છે.
જ્યારે વર્ષાઋતુનો અંતિમ સમય હોય, શરદઋતુ બાલ્યકાળમાં હોય ને, હેમંત ઋતુ શરૂ થઈ ગઈ હોય ને આ પૂનમથી "કાર્તિક સ્નાન" આરંભ થયો હોય છે, એવા મહિનામાં "શરદપૂનમ" આવે છે.
બીના શાહ.
મુંબઈ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.