આપોઆપ મોટો -ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

સોમવાર, 6 નવેમ્બર, 2023

આપોઆપ મોટો -ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"




મેલી દીધો લાગણીમાં કાપ મોટો, 

થઇ ગયો હું એમ આપોઆપ મોટો. 


એટલે ઘરમાં થતો સંતાપ મોટો, 

દીકરો થઇને ફરે છે બાપ મોટો. 


ગાંધી બાપુ ખૂબ નાના થઇ ગયા છે, 

પણ થયો છે સામે ગાંધી છાપ મોટો. 


શું કરો, ખમવા પડે એના ફૂંફાડા, 

પાળીપોશીને કર્યો છે સાપ મોટો. 


ધીરેધીરે થઇ રહ્યું છે સિદ્ધ બોલો, 

કોઇ દિ કરશે નહીં કંઇ પાપ મોટો. 


શેઠ શ્રીનું ક્ષેમકુશળ થાય માટે, 

સંત શ્રી કરતા રહ્યા છે જાપ મોટો. 


બ્હારથી તો સાવ ટાઢાબોળ લાગું, 

ભીતરે મારી બળે છે તાપ મોટો. 


- "વ્યાસ વાણી"


આથી હું ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"બાહેધરી આપું છું કે આ રચના મારું પોતાનું મૌલિક સર્જન છે. એ જો કોઇની નકલ પૂરવાર થાય તો કાનુની પગલા ભરવાનો અધિકાર છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...