નામ: ઘનશ્યામ વ્યાસ
ઉપનામ: શ્યામ
રચનાનું નામ:મુંબઈની છોકરી
મુંબઈ ગામની હું
છોરી રે લોલ,
આવી ચડી અમદાવાદ,
મારા વાલમજી લોલ,
હવે નહી જાઉં મુંબઈ
પાછી રે લોલ.
નવરાત્રિમાં દોઢિયું રમી
ને સાનભાન ભૂલી ગઈ
મારા વાલમજી લોલ,
હવે નહી જાઉં મુંબઈ
પાછી રે લોલ.
માણેકચોક જોઈને હું
વડાપાઉં ભૂલી ગઈ
મારા વાલમજી લોલ,
હવે નહી જાઉં મુંબઈ
પાછી રે લોલ.
એક સ્કુટરમાં પાંચને જોઈ
પોલીસ હસે મારી સામે જોઈ
મારા વાલમજી લોલ,
હવે નહી જાઉં મુંબઈ
પાછી રે લોલ.
ઉતરાણ ને માણવા
મહેરામણ ઉભરાય
મારા વાલમજી લોલ,
હવે નહી જાઉં મુંબઈ
પાછી રે લોલ.
નમો નું સ્ટેડિયમ જોઈ
હૈયું ન રહે હાથ ,
મારા વાલમજી લોલ,
હવે નહી જાઉં મુંબઈ
પાછી રે લોલ.
બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.