Pages

બુધવાર, 8 નવેમ્બર, 2023

દિવાળી - બીના શાહ

નામ: - બીના શાહ


દિવાળી રે દિવાળી(૨)

આવી રે દિવાળી,


આવવા સાથે લાવી

રંગબેરંગી રાત સાથે,


દિવસમાં પણ ધૂમધડાકા

રંગબેરંગી કોઠી સાથે,


સુરસુરી તડાફડી

ચાંદલિયા તો ધડધડ ફૂટે


ફૂલજરી તડતડ,

રંગબેરંગી રંગોળી તો


ફૂલો સાથે રંગોની પણ,

મઘમઘતી મીઠાઈઓ


સાથે ચટપટા ફરસાણ,

ચાની ચૂસકી બાજુ પર રહે


સ્વાદભયૉ શરબત ને પીણાં,

મુખવાસની તો શું વાત કરવી


જાણે મઘમઘતી સોડમ,

બોળી ગઈને ભેટે સ્થાન લીધું


નહીં રહી કિંમત,

હાય હલ્લો કરવામાં


ભૂલી ગયાં પગે લાગવાનું,

તેમાં આશિષ તો ભૂલાય ગયાં.


દિવાળી રે દિવાળી. (૨)

આવી રે દિવાળી.

બીના શાહ.

મુંબઈ.

આ મારી સ્વરચિત રચના છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.