વરસના અંતિમ દિવસ અને પ્રથમ દિવસની શુભકામનાઓ
નવ્ય વર્ષે સઘળું નિરાળું
એક ભાણે બેસી ઘર જમતું નિહાળું,
આ જગતનું એક સરખું હોય વાળું.
એકદમ ઉજળો રહે પ્રત્યેક દાડો,
રાતનું જોવા મળે ના મોઢું કાળું,
આપણી વચ્ચે વધે વિશ્વાસ એવો,
કે રહે ના કોઇ વાતે ક્યાંય તાળું.
આ દિવાળી સાફસૂફી એટલી કે,
કોઇ મનમાં ના રહે એકેય જાળું.
વૃક્ષ ફાલે ફૂલે,લીલાછમ રહે સૌ,
પણ કુહાડી વૃક્ષનું ના થાય ડાળું.
માગણી મારી પ્રભુ આ નવ્ય વર્ષે,
આ જગત સદ્ભાવથી છલકાતું ભાળું.
જ્યાં નજર મારી પડે આ નવ્ય વર્ષે,
બસ મને જોવા મળે સઘળું નિરાળું.
- "વ્યાસ વાણી" પરિવાર
ભદ્રેશ,હંસા,પાર્થ અને ઝંખના વ્યાસ.
શુભ દીપાવલી
અને નૂતન વર્ષા અભિનંદન.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.