મોડાં પડ્યાં છો - દેવીબેન વ્યાસ, વસુધા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 11 નવેમ્બર, 2023

મોડાં પડ્યાં છો - દેવીબેન વ્યાસ, વસુધા


રચનાનું નામ - મોડાં પડ્યાં છો

લેખકનું નામ:- દેવીબેન વ્યાસ, વસુધા



પ્રણયના મામલે થોડાં તમે મોડાં પડ્યાં છો.

અસરના ઝૂમલે થોડાં તમે મોડાં પડ્યાં છો.


સમય વીતી ગયો છે આ સફરનો બસ હવે,

નજરની હાંકલે થોડાં તમે મોડાં પડ્યાં છો.


હતી અલ્હડ જવાની, જોશ એનો પૂરપાટે,

વખતના કાફલે થોડાં તમે મોડાં પડ્યાં છો.


હતાં જે ફૂલ ડાળી પણ નમી નીચી થઈને,

ગુલાલી ઓટલે થોડાં તમે મોડાં પડ્યાં છો.


સપન ફેંદી વળો સઘળાં, વળી છે રાખ એને,

નિશાના ટોડલે થોડાં તમે મોડાં પડ્યાં છો.


ક્ષિતિજે સૂર્ય પણ દે છે હવે ડોકાં અસલમાં,

બપોરી ગોખલે થોડાં તમે મોડાં પડ્યાં છો.


દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર

લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર


બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...