રચનાનું નામ - વીર
લેખકનું નામ:- દેવીબેન વ્યાસ, વસુધા
વીરનો પરિચય મળે છે આચરણમાં, જોઇ લો.
શક્તિનો વિજય શ્વસે છે વિતરણમાં, જોઇ લો.
ધાક ધમકી ત્યાં નથી હોતી કદીપણ તે છતાં,
લાગણીનો લય વહે છે સંચરણમાં, જોઇ લો.
ક્રોધ એનો હોય છે કલ્યાણ કેરા હેતુથી,
એ જ ધબકે છે સદાયે સંસ્મરણમાં, જોઇ લો.
નહોરથી દાનવ મર્યો, પ્રહ્લાદની રક્ષા થઈ,
એ પ્રણવનો પ્રેમ છલકે આવરણમાં, જોઇ લો.
સૌમ્ય પણ અંગાર લાગે, જે હવાના સ્પર્શથી,
સૃષ્ટિનો શણગાર મલકે વિચરણમાં, જોઇ લો.
રાહ પર નીડર બનીને ચાલતાં ઉન્નત શિરે,
વીરલાનો વાર લાગે જાગરણમાં, જોઇ લો.
હર ઘડી ખંખેરતાં, આવે કસોટી રાહ પર,
એ જ કાંડે તેજ ચમકે ઉપકરણમાં, જોઇ લો.
દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર
લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર
બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.