સેવાનો પર્યાય:- પૂજા શર્મા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

મંગળવાર, 23 એપ્રિલ, 2024

સેવાનો પર્યાય:- પૂજા શર્મા

લેખિકા : રૂપાલી દવે

આર્ટિકલ : પૂજા શર્મા સેવાનો પર્યાય


        “સેવા પરમો ધર્મ” આ સ્લોગન મને ખૂબ પસંદ છે પરંતુ શું આ સ્લોગનને શિસ્તથી અને અટલ નિશ્ચયથી વળગી  રહેનારા લોકો કેટલા છે? આ વિશે પ્રશ્ન થવો સ્વભાવિક છે પરંતુ ઈશ્વરે એના નજીકના ચુનંદા નામોને “સેવા” શબ્દ સાથે જોડીને પૃથ્વી પર અવતરિત કર્યા છે. એકવાર ભક્તએ વૈંકુંઠમાં બિરાજેલ ભગવાનને પૂછ્યું કે પ્રભુ, માફ કરજો પણ આપના સર્જનમાં ખામી લાગે છે. ૫૫% સુખી છે અને બાકી બધા કર્મ અનુસાર જીવન બસર કરી રહ્યા છે તો એની પાછળનું કારણ શું? ભગવાને સહેજ સ્મિત ફરકાવીને કહ્યું કે ભક્ત, મારા સર્જન કહેતા તારી નજરમાં કમી વધારે છે. જ્યાં હું નથી પોહચી શકતો ત્યાં મારા અનુયાયીઓ એટલે કે મેસેન્જર પોહચે છે. જેનું જીવન માત્ર મારા ધ્યેયને પોહચી વળવાનું છે... સાચી તો વાત છે સમાજની અજ્ઞાનતા અને આડંબર, ધાર્મિક ગ્રંથો, વિધિઓનું ખોટું અર્થ ઘટન કરતા લોકો વચ્ચે સેવાનો ભેખ ધારણ કરીને સતત સેવાના કાર્ય કરવું સહેલું નથી, છતાંય આ અશક્ય કાર્ય “પૂજા શર્મા” વર્તમાન સમયમાં સતત કરી રહ્યા છે. એના કાર્યના તપને નિહાળતા લાગે કે, ખુદનું અસ્તિત્વ ભૂલનાર કદાચ મહાન તપસ્વી અથવા ઉપાસક ઉચ્ચ કોટિના યોગીથી જ અશક્યને શક્ય કરવું આનું નામ “પૂજા શર્મા”..


      કોણ છે પૂજા શર્મા? એમ પૂછશો તો લાગશે ખુદની મજાક કરો છે. પૂજા શર્મા મૂળ દિલ્હીના છે. એમણે બી.એસ.ડબલ્યુનો અભ્યાસ કર્યો છે ને એનું સ્વપ્નું જજ બનાવનું હતું. માતાનું બ્રેઈન ડેડથી મૃત્યુ થયું. એ બાદ મોટાભાઈ અને પિતાનો સહારો હતો. જીવનમાં સ્વપ્ના તો અનેક હતા, પરંતુ ઈશ્વરે એના માટે કઈક અલગ નિર્માણ કર્યું હતું. એ ઈશ્વરના અનુયાયી બનીને અમુક ખાસ મિશન માટે ધરતી પર અવતર્યા હતા, એટલે એનું સ્વપ્નું ભગવાને  નક્કી કર્યું હતું. ૧૩મી માર્ચ ૨૦૨૨ના રોજ શાહદરા નગરી ખાતે એની નજરની સામે અજાણ્યા શખ્સએ પિસ્તોલમાંથી કારતૂસ છોડીને મોટાભાઈની હત્યા કરી નાખી અને એ નાસી છૂટયા. પિતા દીકરાના ખૂનનો આઘાત સહી શક્યા નહીં એટલે કોમામાં જતા રહ્યા.



      પૂજા શર્માએ માથે પાઘડી પહેરીને ઘટના સ્થળે પોલીસની હાજરીમાં આવીને જાતે મોટાભાઈનો અગ્નિ સંસ્કાર કર્યો હતો. ભાઈના મૃત્યુ બાદ એ ત્રણ દિવસ સુધી ગુમસુમ દુઃખના લીધે રડ્યા નહતા. ૧૫મી માર્ચએ સ્મશાનમાં મોટાભાઈના અસ્થી લેવા ગયા ત્યારે અચાનક એની નજર શિવ મંદિરની અંદરના શિવલિંગ પર પડતાં એ મોટે મોટેથી રડ્યા હતા. દર્દમાં ભાઈની ચિતાની રાખ શરીર પર લગાડીને વચન લીધું કે લાવારિસ લાશોના અંતિમ સંસ્કાર કરીશ. એક મંદિરના પૂજારીએ સ્મશાનમાં ભાઈની ચિંતાની રાખ રડતા રડતા લગાડી રહેલ પૂજા શર્માનો મોબાઈલથી વિડિયો શૂટ કર્યો ને એ વાયરલ થઈ ગયો..


     “Bright the soul foundetion” નામનું સેવાકીય પ્રવૃતિઓની સંસ્થા પૂજા શર્માએ ૨૦૨૨માં ચાલુ કરી હતી. અનેક અડચણ વિપદાઓ શરૂઆતમાં આવી, પરંતુ હિમ્મત હાર્યા વગર મક્કતાથી ધ્યેય પર અડગ રહીને કાર્ય કરતા રહ્યા હતા. હિન્દુ શાસ્ત્ર અનુસાર સ્ત્રીઓને અગ્નિદાહ આપવાનો હક કે મૃત્યુપર્યંતની પિંડદાન વગેરે પૂજામાં બેસવાનો અધિકાર નથી. એનું મુખ્ય કારણ એ છે કે શાસ્ત્ર અનુસાર પુત્ર જ પિતૃઓને પૂ નામના નર્કમાંથી ઉગારે છે. પરંતુ આ બધા નિયમો સતયુગ, દ્વાપર અને ત્રેતા યુગમાં અનુસાર છે પરંતુ કળયુગમાં ધર્મના નિયમ કળયુગ અનુસાર છે. સંતાન પુત્ર કે પુત્રીથી ફર્ક પડતો નથી.. આજે પણ સમાજ આ વાતને માન્યતા આપતા ભયભીત છે, એટલે પૂજા શર્માને એના કાર્યમાં ખૂબ સંઘર્ષ કરવા પડ્યા હતા.




     ૧૬માર્ચએ હોસ્પિટલ પોહચીને લાવારિસ લાશને સોંપવા વિનંતી કરી, પરંતુ હોસ્પિટલના સ્ટાફ અને નર્સે પૂજા શર્માને ધુત્કારીને કાઢી મૂક્યા હતા. છતાય હિંમત હાર્યા વગર એ પોતાની વાત પર મક્કમ રહ્યા. આજ પોસ્ટમોર્ટમ બાદ લાવારિસ લાશ પૂજા શર્માની એન.જી. ઓ “braight the soul foundetion” ને મોકલે છે. બે વર્ષમાં પૂજા શર્માના ફાઉન્ડેશન એ ૪૦૦૦ જેટલી લાવારિસ લાશના અંતિમ સંસ્કાર કર્યા હતા. ઝુપડપટ્ટીના ૪૦૦ થી ૭૦૦ બાળકોને નિયમિત અઠવાડિયે જમાડવાનો સંસ્થાનો નિયમ છે. દર અમાસે મૃતકોનું અસ્થી વિસર્જન હરિદ્વાર કરવા જવાનો નિયમ છે.


      “Bright the soul foundetion” ના સ્થાપ્યા બાદ સતત એના સેવાકીય કાર્યમાં અગ્રેસર પૂજા શર્માને લગ્ન જીવન અને સેવા વચ્ચે એકની પસંદગી કરવાની હતી. ત્યારે એણે સેવાનો ભેખ ધારણ કર્યો ને આજીવન સેવા કરવાનો નિર્ણય કર્યો. સેવાકીય કાર્યમાં નાણાકીય વિઘ્ન આવતા એણે પોતાના મૃતક ભાઈની છેલ્લી નિશાની સ્કૂટી પણ વેહચી દીધી હતી. લગ્ન માટેના ઘરેણાં અને ઘર પણ ગીરવે મૂકી દીધું. મોટાભાઈના વીમાનું વળતર આવતા ઘર છોડાવી લીધું. જે ઘરમાં એ રહે છે એ ઘર દાદીના નામે હતું પરંતુ દાદીએ પૌત્રીના નામે કરીને એજ ઘરમાં વૃધ્ધાશ્રમ ચલાવે છે. 


     ભગવાન શિવને પોતાના આરાધ્ય માનતા પૂજા શર્મા પિતૃઓને ભગવાન કરતા પણ ઉપર માને છે. આ વાત મહદઅંશે સત્ય પણ છે એનું કારણ છે કે ગરુડ પુરાણ અનુસાર મૃતક શરીરનો આત્મા પિતૃ રૂપે એના વંશની રક્ષા કર્યા કરતો હોય છે. માનવામાં આવે છે કે નવરાત્રિથી દિવાળી સુધીના દિવસો દરમ્યાન પરિવારમાં વિશેષ ખુશી અને ચહેરા પર ચમક જોવા મળે છે, એનું કારણ છે કે પિતૃઓને નવરાત્રિથી દિવાળી સુધીના દિવસોમાં સ્વજનોને મળવાની છૂટ હોય છે


     પૂજા શર્માજીએ શરૂ કરેલ “Bright the soul foundetion” નામના અતિ ઉત્તમ સેવાકીય કાર્યની સુગંધ પણ પિતૃ લોક સુધી ફેલાઈને ઈશ્વરના દરબારમાં અચૂક પોહચી હશે…


     શત શત વંદન શ્રી પૂજા શર્માજીના મુક સાક્ષી “Bright the soul foundetion” સંસ્થાની સેવાકિય પ્રવૃત્તિઓ ને..ઓળખીતાને તો સૌ કંધો આપે પરંતુ બિનવારસી હાલતમાં મૃતકોને કંધો આપવો એ મજબૂત મનોબળ અને આત્મબળ સમજો..


સમય મારો સાધજે વ્હાલા કરું હું તો કાલાવાલા,

એવે સમયે મારા અલબેલા જી કરજો મને સહાય,


     બિનવારસી લાશની સહાય માટે દિલ્હીના પૂજા શર્માની સંસ્થા “Bright the soul foundetion” ખડે પગે ઊભી ને સતત પ્રવૃત્ત છે..


જય શ્રી કૃષ્ણ 🙏


લેખિકા : રૂપાલી દવે



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...