Pages

રવિવાર, 21 જુલાઈ, 2024

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

 રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા



     આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્મ તારીખ ૨૧-૭-૧૯૧૧ના રોજ થયો હતો. ઉમાશંકર જોશીના પિતાનું નામ જેઠાલાલ કમલજી હતું. તે મૂળ ગામ બામણાના નહીં પરંતુ અરવલ્લીના પહાડોના વિશાળ વિસ્તારમાં વસેલા લુસડીયા ગામના વતની હતા. છપ્પનીયા દુષ્કાળ વખતે ૧૯૦૦માં એમને મૂળ વતન છોડ્યું અને બામણા ગામમાં આવીને વસ્યા હતા. કવિ ઉમાશંકર જોશીનુ ઊપનામ વાસુકી અને શ્રવણ હતું. ઉમાશંકર જોશીના પિતા રજવાડાની જાગીરના એ સમયે ૩ ગામોના કારભારી હતાં. દેવની મોરી, સામેરા અને હાથરોલના જાગીરો તરફથી એ સમયે જેઠાલાલને એક ઊંટ અને ઘોડો મળ્યો હતો. સાથે સાથે એ સમયે પહેલાં ગામના ૨૫ રુપિયા, બીજા ગામના ૧૫ રુપિયા અને ત્રીજા ગામના ૫ રૂપિયા વેતન પણ મળતું હતું, જે વખતના સમયે એ ખુબ કહેવાતું હતું. ઉમાશંકર જોશી નાનપણમાં ઊંટની સવારી પણ કરી હતી. ઉમાશંકરના બાનું નામ નવલબા હતું. તેમનું મૂળ નામ નમૅદા હતું. એ સમયે નવલબા એટલે દેશી લોકગીતો (ગાણાં) નું એક મોટું ઝાડ કહેવાતા હતા. ઉમાશંકર જોશીને એ કુલ નવ ભાઈ બહેન હતાં ઉમાશંકર ૩ જા નંબરના હતાં. 


     ઉમાશંકરનું બાળપણ અને પ્રાથમિક શિક્ષણ બામણા અને માધ્યમિક શિક્ષણ ઈડરમાં મેળવ્યું. ૧૯૨૮મા મેટ્રિક અમદાવાદ ૧૯૩૬માં બી.એ. અમદાવાદથી કર્યું. ૧૯૩૮મા એમ.એ. મુંબઈથી કર્યું. ઉમાશંકર જોશીનું પ્રથમ કાવ્ય જે એમને માઉન્ટ આબુનાં ખેડેલા પ્રવાસ વખતે નખી તળાવનાં પથ્થર પર બેસી લખ્યું હતું. નખી સરોવર શરદ પૂર્ણિમા જે કોલેજના મેગેઝિનમાં છપાયું હતું. ૧૯૩૦ માં ૨૪ મી માર્ચ એ ઈ‌ટંર આટૅસની પરીક્ષા આપી અને ૬ ઠી એપ્રિલ એ વીરમગામ છાવણીમાં જવા માટે આદેશ મળ્યો ઉમાશંકર જોશી ને રાષ્ટ્રીય ચળવળમાં ખુબ રસ હતો. એ છાવણીમાં જવા માટે એક ફોર્મ ભરવું પડતું હતું, તે કવિ ઉમાશંકર જોશી એ સ્વાતંત્ર્ય સૈનિક તરીકે ભર્યું. તે વખતે તેના જવાબમાં લખ્યું હતું કે "જીવનનું નિયામક તત્વ પશુબળ નહીં પણ પ્રેમ છે"૧૯૩૭ માં મે મહિનાની ૨૫ તારીખ વૈશાખી પુનમ બુધ્ધ જયંતિ પૂર્ણીમાનાં દિવસે લગ્ન અમદાવાદના જ્યોત્સનાબેન જોષી સાથે થયા. જ્યોત્સનાબેન ૧૯ મી સદીના અમદાવાદના સુધારવાળા કુટુંબમાંથી એકમા જન્મ્યા અને ઉછર્યો હતાં. ઉમાશંકર જોશીએ ગોળ બહાર લગ્ન કરવાથી ઉમાશંકર જોશીનું ઘર અને કુટુંબ નાત બહાર મૂકવામાં આવ્યું અને લગભગ ૧૦ વર્ષ સુધી ઘર અને કુટુંબ નાત બહાર રહ્યા, ત્યારથી તેમને ભિલોડા તાલુકાનું બામણા ગામ નહીં પરંતુ ઈડર તાલુકાનું બામણા ગામ લખવાનું શરૂ કર્યું. 


    સમાજ જ્યારે જ્યારે મહાન અને વિદ્વાન વિભુતિઓની ટીકા નિંદા અને અવગણના કરે છે ત્યારે સમાજને મહાન વ્યક્તિઓ પણ શીખવી દે છે કે સમાજ એ શું મેળવ્યું અને સમાજે શું ખોયું....

ઉમાશંકર જોશીના જીવનનું પ્રદાન જોઈએ તો ગાંધીયુગના પ્રધાન સાહિત્યકાર સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ખેડાણ મુખ્ય કૃતિઓ કવિતા વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, એકાંકી, સાંપના ભારા, હવેલી વાતો સંગ્રહો, શ્રાવણી મેળો, વિસામો, નિબંધ સંગ્રહ ઉઘાડી બારી, સંશોધન પુરાણોમાં, ગુજરાતી વિવેચન અખો એક અધ્યયન કવિની શ્રદ્ધા અનુવાદ શાકુંતલ ઉત્તર રામચરિત વ્યવસાય ક્ષેત્રે શરુઆત માં શિક્ષક ૧૯૩૯-૪૬ ગુજરાત વિધાનસભામાં અધ્યાપન ૧૯૫૪-૧૯૭૯ ગુજરાત યુનિવર્સિટમાં અધ્યાપન અને છેલ્લે કુલપતિ ૧૯૭૯-૮૧ વિશ્વ ભારતીના કુલપતિ ૧૯૭૮ દિલ્હી સાહિત્યના અકાદમી પ્રમુખ, ગુજરાતી માસિક સંસ્કૃતના તંત્રી, સ્વાતંત્ર્ય સંગ્રામમાં કારાવાસ, આજીવન ગાંધીવાદી શિક્ષણકાર અને ગુજરાતી સાહિત્યનાં વિવિધ પ્રકારોમાં ઉચ્ચતમ પ્રદાન. રાષ્ટ્રીય કક્ષાએ નામાંકિત મળેલા સન્માન ૧૯૩૯ રણજિતરામ સુવર્ણચંદ્રક ૧૯૪૭ નમૅદ સુવર્ણ ચંદ્રક ૧૯૬૮ કન્નડ કવિ કે વી યુદપપા સાથે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવેલા છે. સાથે સાથે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરને જોડતો પુલ કવિ ઉમાશંકર જોશી બ્રિજ નામ સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યું છે. એટલું જ નહીં કવિશ્રીનાં ગામમાં કવિએ જે ડુંગરની તળેટીમાં પથ્થર ઉપર બેસી કવિતાની રચના કરી તેનાં શબ્દો હતા...

" ભોમીયા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી..."

એ ડુંગરની તળેટીમાં શ્રવણ સુખધામ સંસ્થાએ આજના આધુનિક યુગમાં ડીજીટલ ઈ લાયબ્રેરી કવિ ઉમાશંકર જોષીનાં નામે સ્થાપી છે. કવિ ઉમાશંકર જોશીનાં જન્મ સ્થળ માદરે વતન કવિનાં નામ શાખ ઊપર વિશ્વ વિખ્યાત પૂ. સંતશ્રી મોરારીબાપુએ ૧૦ દિવસની કથા પણ આજ ગામની ભોમકા ઉપર વાંચેલી છે. આજે કવિ શ્રી ઉમાશંકર જોશીની ૧૧૩ મી જન્મ જયંતી છે ત્યારે શ્રવણ સુખધામ સંસ્થા પરિવાર અને સમગ્ર બામણા પુનાસણ ગામ કવિનાં ચરણોમાં કોટી કોટી વંદન કરી ઉજવી રહ્યું છે... 


રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.