સત-સંગ્રહ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 9 ઑગસ્ટ, 2020

સત-સંગ્રહ

 

શું સંઘરવાનું હતું અને શું સંઘરી બેઠો આ માનવી,
માનવતા છોડી હેવાનિયત સંઘરી બેઠો આ માનવી...

કરુણા છોડી ક્રૂરતાની હદ વટાવી બેઠો આ માનવી,
પ્રેમ છોડી ઘૃણાની હદ વટાવી બેઠો આ માનવી...

સત્ય છોડી અસત્યનો સહારો લેતો આ માનવી,
અહિંસા છોડી હિંસામાં તરબોળ થતો આ માનવી...

ધર્મના નેજા હેઠળ અધર્મ આચરતો આ માનવી,
ધર્મ અને અધર્મ વચ્ચેનો ભેદ ભૂલતો આ માનવી...

એકતાને બદલે ભાગલાવાદી થઈ ગયો આ માનવી,
સમભાવને બદલે ભેદભાવ કરતો થઈ ગયો આ માનવી...

સત્કર્મને ભૂલીને કુકર્મ આચરતો થઈ ગયો આ માનવી,
દાન ભૂલીને ઉઘાડી લુંટ ચલાવતો થઈ ગયો આ માનવી...

પૈસા કમાવાની ભાગદોડમાં સંબંધોને ભૂલ્યો આ માનવી,
ઇચ્છાઓની તૃષ્ણા સંતોષતા, સદાયે તરસ્યો રહ્યો આ માનવી...

શું સાચું અને શું ખોટું, વાત આટલી નથી સમજતો આ માનવી,
પોતાની લાલચ માટે, બીજાનું હિત કે અહિત ભૂલ્યો આ માનવી...

સત્ય,પ્રેમ, કરુણા અને પ્રામાણિકતા સંઘરવાની હતી ઓ માનવી,
અસત્યઘૃણાક્રૂરતા અને દગાખોરી સંઘરીને બેઠો આ માનવી..

ભૌતિક સુખોને સંઘરવામાં, નૈતિકતા ભૂલ્યો આ માનવી,
સિવાય સત્કર્મ, સઘળું અહીં જ મૂકીને જશે આ માનવી...

શું સંઘરવાનું હતું અને શું સંઘરી બેઠો આ માનવી,
માનવતા છોડીને હેવાનિયત સંઘરી બેઠો આ માનવી...

                                                     -
પાર્થ પ્રજાપતિ

                                   ( વિચારોનું વિશ્લેષણ )












2 ટિપ્પણીઓ:

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...