સુખનાંં સરનામે - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2020

સુખનાંં સરનામે

 



તું હોય અને બસ હું હોઉં,
મૂકીને બધા દુઃખોનો ટોપલો,
ચાલને મળીયે ક્યારેક,
સુખનાં સરનામે પ્રેમના સથવારે...

ભૂલીને વિચલિત કરતી જૂની વાતો,
યાદ રાખીને માત્ર પ્રણયનાં ગીતો,
ચાલને મળીયે ક્યારેક,
સુખનાં સરનામે પ્રેમના સથવારે...

ઠોકર મારી બધા અવરોધોને,
તોડી સઘળાં સમાજનાં બંધનોને,
ચાલને મળીયે ક્યારેક,
સુખનાં સરનામે પ્રેમના સથવારે...

ઘણી જોઈ તડકી છાંયડી આ જીવનમાં,
હવે તો બસ મળીયે ક્યાંક મહેકતાં મધુવનમાં,
ચાલને મળીયે ક્યારેક,
સુખનાં સરનામે પ્રેમના સથવારે...

ખીલી ઊઠી છે આ પ્રકૃતિ પર્જન્યનાં આગમનથી
ખીલી ઊઠે મનડું મારું પ્રિયતમાનાં આગમનથી,
ચાલને મળીયે ક્યારેક,
સુખનાં સરનામે પ્રેમના સથવારે...

રંગાઇ ગયું છે નીલ ગગન મેઘધનુષ્યના રંગોથી,
રંગાવું છે મારે પણ તારા પ્રણયના મોહક રંગોથી,
ચાલને મળીયે ક્યારેક,
સુખનાં સરનામે પ્રેમના સથવારે...

રાહ જોઈ જોઈને વીત્યું વરસ અને થયો હું અધીર,
ભીંજાવા તને પ્રેમમાં મારા, હવે ના રેહવાય લગીર,
ચાલને મળીયે ક્યારેક,
સુખનાં સરનામે પ્રેમના સથવારે...

-     પાર્થ પ્રજાપતિ

3 ટિપ્પણીઓ:

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...