થોડું ઘણું - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

ગુરુવાર, 15 ઑક્ટોબર, 2020

થોડું ઘણું

 


થોડાં પર્ણો શું ખર્યાં મારાંં,
તમે તો બીજે છાયડો ગોતવા લાગ્યાં,
ડાળીઓ કપાઈ જશે તો પણ,
કૂંપળો ફરી ફૂટશે, થઈશ હું ઘટાદાર...

થોડી પાનખર શું આવી,
તમે તો કુહાડી ગોતવા લાગ્યાં,
થોડી ધીરજ તો રાખો, હમણાં
વસંત આવશે, ફરી થઈશ હું લીલોછમ...

થોડી ઓટ શું આવી મારા સમુદ્રમાં
તમે તો બીજો કાંઠો ગોતવા લાગ્યાં,
ઉલેચી ઉલેચીને થાકી જશો પણ,
ખાલી નહિ થાઉં, હમણાં ભરતી આવશે...

થોડાં વાદળો શું ઘેરાયા આકાશમાં,
તમે તો ફાનસ ગોતવા લાગ્યાં,
કાં ગરજશે, કાં વરસશે, હમણાં
વાદળો હટશે, ફરીથી ઉજાસ છવાશે...

થોડાં ડગલાં પાછળ શું ગયો,
તમે તો કાયર સમજી લાકડી ગોતવા લાગ્યાં,
સિંહ છું હું ગુજરાતનો, જેટલો પાછો
જઈશ એટલો જ લાંબો કૂદકો મારીશ...

                           -
પાર્થ પ્રજાપતિ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...