શીદને જાઉં એ બાગ તરફ હવે, જેના
ફૂલડાં ખરી ગયાં અને કંટકો રહી ગયા...
નથી ઉગમતાં પગ મારા એ માર્ગે, જેનો
ડામર વહી ગયો અને કાકરાં રહી ગયા...
હવે તો એ ઝાડ પણ ડૂસકાં ભરે છે, જેનાં
પાંદડાં ખરી ગયાં અને ડાળખાં રહી ગયા...
શ્વાસ લઉં પણ કઈ રીતે એ હવામાં, જેની
સુગંધ ઉડી ગઈ અને દુર્ગંધ રહી ગઈ...
નથી રહેવું મારે તે સરોવરને કિનારે, જેનાં
જળ ઉડી ગયાં અને કાદવ રહી ગયો...
રહું એકલો, શીદને ભળું એ ભીડમાં, જેની
બુદ્ધિ ઉડી ગઈ અને બુદ્ધુઓ રહી ગયા...
- પાર્થ પ્રજાપતિ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.