દોસ્તી - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 15 જૂન, 2022

દોસ્તી


 જ્યારે જ્યારે 

દોસ્તી શબ્દ કાને પડે છે 

ત્યારે ત્યારે તું આંખે તરે છે,

તારા માટે ભલે હું આમ હોઉં,

પણ મારા માટે તો તું આજે પણ ખાસ છે,

હા, બધાની જેમ તને રોજ ફોન નથી કરતો 

કે નથી રોજ મળવા આવતો,

પણ એવો એક પણ દિવસ નથી હોતો,

જ્યારે તું યાદ ન આવ્યો હોય અને 

એ યાદમાં હું તને મળ્યો ન હોઉં,

'દોસ્તી', આ શબ્દ જ લાગણી છે,

અને મારા માટે એ તું જ છે...

                                                     - પાર્થ પ્રજાપતિ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...