આ કેવી આફતમાં મૂકયો છે તે મને આજે
રડવું આવે છે, છતાં રડી નથી શકાતું...
કારણ શોધી રહ્યો છું હસવા માટે આજે,
ઘણી મહેનત છતાં એ કારણથી નથી મળાતું...
ધીરજ રાખીને બેઠાં હતાં અમે એ આશથી,
મળીશું એક દી, પણ આજે ખુદને નથી મળાતું...
હસતાં ચહેરા પાછળનું દુઃખ, હવે નથી સહેવાતું,
સ્મિત કર્યું ઘણું, હવે જગને નથી છેતરવાતું...
પારકા તો પારકા, પોતાનાં પણ ન સમજ્યાં,
ખિસ્સાનો આ ભીનો રૂમાલ, શાને નથી સુકાતો...
- પાર્થ પ્રજાપતિ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.