Pages

શુક્રવાર, 4 ઑગસ્ટ, 2023

લાભ જોઈ - દિલીપ ધોળકિયા "શ્યામ"

 રચનાનું નામ:- લાભ જોઈ...                 

લેખકનું નામ:- દિલીપ ધોળકિયા, 

                   "શ્યામ"



લાભ જોઇ સાથ સૌ બેઠાં અહીં.

થાય સૌ મતલબ પતે છેટાં અહીં.


આ  ગુલામીની પ્રથા  સારી  નથી,

ચાટતાં  જોયાં મરદ એઠાં  અહીં.


કોણ તારી વાત  સાંભળશે  હવે,

કાન વેંચી  જો નિડર  બેઠાં અહીં.


કાશ!માનવ આંખ ખોલી જોઇ લે,

તો મુકે  હથિયાર બસ હેઠાં અહીં.


આજ  ગુંગી વેદના અનહદ  રડી,

વાયદા મબલખ બધાં દેતાં અહીં.


હોય જો ના બીક માલિકની પછી,

જાતથી સૌ વેગળાં રહેતાં અહીં,


છે સમય બળવાન માણસથી સદા,

ભૂપ જોયાં ભીખ પણ લેતાં અહીં.


~દિલીપ ધોળકિયા,"શ્યામ"

   જૂનાગઢ.


બાંહેધરી :- આથી હું,દિલીપ ધોળકિયા,"શ્યામ" ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.