Pages

બુધવાર, 23 ઑગસ્ટ, 2023

આવશે - દિલીપ ધોળકિયા

લેખકનું નામ : દિલીપ ધોળકિયા, 

                   "શ્યામ"

રચનાનું નામ: આવશે...

---------------


એ લઈને સત્ય સજ્જડ આવશે.

ભીડમાં એકાદ સજ્જન આવશે.


છે નકામો આમ એ પગથાળમાં,

ખાવ ઠોકર યાદ પત્થર આવશે.


પ્રેમ છે તો ના કશા ખટરાગ છે,

ક્યાંક થાશે ચૂક ટક્કર આવશે.


વાત આવે જો કદી વેપારની,

યાદ જોજો યાર ઠક્કર આવશે.


રોજ કરતાં હોય જો રિયાઝ તો,

ગાયકીમાં શ્રેષ્ઠ પક્કડ આવશે.


હદ ચૂકી ઉપર ગયાં જો આભમાં,

આવતાં ધરતી તો ચક્કર આવશે.


~દિલીપ ધોળકિયા,"શ્યામ"

   જૂનાગઢ.


આ રચના મારી સ્વરચીત છે જેની હું બાંહેધરી આપું છું..


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.