અબોલા - દેવીબેન વ્યાસ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

સોમવાર, 21 ઑગસ્ટ, 2023

અબોલા - દેવીબેન વ્યાસ

રચનાનું નામ-અબોલા

લેખકનું નામ-દેવીબેન વ્યાસ-વસુધા

પ્રકાર:ગીત 

➖➖➖➖➖➖➖➖➖➖➖


જા, તારી સાથે નહીં બોલું, લીધાં મેં અબોલા.

હૈયૈ હૈયું જોડીને, વચનો દીધાં પોલા.


પાદર જાતાં પાણી ભરવાં, બેડું લઈને માથે,

મારગ રોકી ઊભો રહેતો, કાયમ દાણ માગે,

વગાડતો તું વશ કરવાનાં, વાંસળીના સૂર વ્હાલા.

શાને મોરલી મૂકી ભાગ્યો, વેણ દઈને ઠાલા?


જા, તારી સાથે નહીં બોલું, લીધાં મેં અબોલા.

હૈયે હૈયું જોડી દઈને, વચનો દીધાં પોલા.


ગાયોનો ગોવાળ થઈને, વનમાં વેણું ગાતો,

માખણ મિસરી ચોરી લઈને, ઢોળી ફોડી ખાતો,

હાથ જોડીને કરતો નટખટ, કેવાં કાલાવાલા.

ઓ નંદ નથૈયા, છોડી ગોકુળ થઈ ગ્યો મતવાલા!


જા, તારી સાથે નહીં બોલું, લીધાં મેં અબોલા.

હૈયે હૈયું જોડી દઈને, વચનો દીધાં પોલા.


રાસ રચાવ્યો વનરાવનમાં, ગોપી ભૂલી ભાન,

રાતભર ઓ રંગ રસિયા તેં, ચોરી લીધી જાન,

સોંપી દીધી જાત પછી તું ભૂલ્યો શાને બાલા!?

વાટલડીને જોતાં જાતાં, મળશે મુજને લાલા.


જા, તારી સાથે નહીં બોલું, લીધાં મેં અબોલા.

હૈયે હૈયું જોડી દઈને, વચનો દીધાં પોલા.


- દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર


બાંહેધરી:- આથી હું દેવીબેન વ્યાસ-વસુધા ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...