તારી યાદ - ઘનશ્યામ વ્યાસ"શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

સોમવાર, 21 ઑગસ્ટ, 2023

તારી યાદ - ઘનશ્યામ વ્યાસ"શ્યામ"

રચનાનું નામ:- તારી યાદ

લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ"શ્યામ"


વાંસળીનું ભૂંગળ અને

 સૂરમાં આવે છે સાદ,

સખી નથી રહેતું હૈયું

 હવે જોને મારે હાથ !


માદક સુરોનો તો હવે

દેહમાં પણ આવે છે સ્વાદ,

આંગણું છોડીને મારે જલ્દી

વનમાં જવાનો છે ઉન્માદ.


કાના કોડિયામાં દીવો કરી

વનમાં પાડું છું તને સાદ,

કોડિયાને પણ જોને હવે

 લાગી ગયો મુરલીનો નાદ!


તારી મુરલીના નાદ પાછળ

હું ભૂલી ગઈ મારો મારગ

મોહન વગાડ મોરલી શોધી

લઈએ સજોડે પ્રેમનો મારગ.


જોવાદે તારું મુખડાનું સ્મિત

તડપાવે છે ખુબ તારી યાદ

સાંભળી લે હવે તું મારો સાદ

શમાવી દે મારો આ ઉન્માદ.


બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ '"શ્યામ"  ખાતરી આપુ છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...