લેખક : દિલીપ ધોળકિયા "શ્યામ"
રચના : અમે જીવી ગયાં...
------------------------
ક્યાંક અવઢવ થઈ અમે જીવી ગયાં.
એક અટકળ થઈ અમે જીવી ગયાં.
ના ઘડ્યો જો ઘાટ સરખો ઈશ્વરે,
સાવ અણઘડ થઈ અમે જીવી ગયાં.
રોજ ભટકી આ ચરણ ભીતર વળ્યાં,
એટલે બળ થઈ અમે જીવી ગયાં.
ક્યાંક ચડભડ તો કદી ભડભડ થઈ,
એમ ખડભડ થઈ અમે જીવી ગયાં.
હાથ લાગ્યા ત્યાં અમે ફોરમ થયાં,
ફૂલ ઝાકળ થઈ અમે જીવી ગયાં.
~દિલીપ ધોળકિયા,"શ્યામ"
જૂનાગઢ.
આથી હું બાંહેધરી આપું છું કે આ મારી પોતાની સ્વરચીત રચના છે..
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.