સાધના - દેવીબેન વ્યાસ વસુધા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 26 ઑગસ્ટ, 2023

સાધના - દેવીબેન વ્યાસ વસુધા

રચનાનું નામ - સાધના

લેખકનું નામ - દેવીબેન વ્યાસ વસુધા


હ્રદયના ભીતરે જો સાધના જાગી જશે.

અગમના ઉંબરે તો સાધના સાધી જશે.


જગતમાં કેટલાયે જીવ આવે છે જુઓ,

કરમને અવતરણથી સાધના વાવી જશે.


નથી એમાં કદીયે હુંપણાની ભાવના,

અહંની શૂન્યતા એ સાધના આંબી જશે.


અહીં કેવળ હશે દ્રષ્ટાપણાની રે઼ખ બસ,

સકલ કર્તૃત્વ શાખે સાધના પામી જશે.


સકલ લીલા અને માયા ગણીને ઈશની,

અમાની માન માની સાધના જાણી જશે.


કરેલા પૂર્વના સંસ્કાર જાગે આ ભવે,

અધૂરા કર્મ કરતાં સાધના સ્થાપી જશે.


ને અધિકારી થશે એ મોક્ષનો કેવળ પછી,

થઈ વિરક્ત ભાવે સાધના તારી જશે.


લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા


બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 



અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...