બ્રહ્માંડ - જયશ્રી પટેલ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 20 ઑગસ્ટ, 2023

બ્રહ્માંડ - જયશ્રી પટેલ

 *શીર્ષકઃ *બ્રહ્માંડ*

    *જયશ્રી પટેલ*


આભ કહે ઘરાને,

આ મેઘ આ દામિની

આ નેત્ર આ કામિની,

ક્યારેક કરે વાત છાની,

કરે વાત તારી મારી શાની?...આભ


ઘરા કહે આભને

તેઓ  થકી મેઘધનુષ રચાય

બન્ને કરે વાત્યું ને નીર હર્ષાય

કંઈક તો જરૂર કાળુંઘોળું રંગાય,

જો! પેલા ક્ષિતિજ સંગ ભરમાય!…ઘરા


*બ્રહ્માંડ* કહે સૌને.

મળ્યાં જીવ જીવથી કેવા મીઠાં,

એકે રચ્યું મેઘધનુષ ,

બીજાએ રચ્યું ક્ષિતિજ ,

પકડવા હાથ ઉઠ્યાં ગળે વિંટાયાં..!


*ધરા નભ ઓગળ્યાં*

*ન મળ્યા ત્યાં પડછાયા!*


- જયશ્રી પટેલ

   

હું બાહેંધરી આપું છું આ મારી મૌલિક કવિતા છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...