નામ : ડૉ. ઉષા જાદવ "શ્યામા"
વિષય: ચંદ્રયાન, ચંદ્ર
શીર્ષક: ચંદ્રયાન
------------------------
ચંદ્રયાન નામે બન્યુ ચકોર આખું વિશ્વ,
તારી સફળતાનો આજે તહેવાર ઉજવાયો.
લાંબી સફર તે ખેડી ચંદ્રની ધરતી પર પહોંચી,
ઈશરોની સફળતાનો ઇતિહાસ તે લખાયો.
ચંદ્રની ધરતી પર જઈ તિરંગો તે લહેરાવ્યો,
અવિસ્મરણીય ક્ષણોની છબી માં તું સમાયો.
શાબાશી તને આપે અબાલ વૃધ્ધ સહુ કોઈ,
ચાંદલિયા તારા નામે વિશ્વ વિક્રમ નોંધાયો.
ચાંદલિયો, ચાંદામામા, ચંદ્રયાન કહેવાયો,
ભારતની ચંદ્ર ક્રાંતિનો જયઘોષ ગવાયો.
શત-શત કરીએ વંદન વિજ્ઞાનનાં જગતને,
તારા પ્રયાસે દેશ સફળતાનાં શિખરે ચડાયો.
ગીત, ગઝલ,કાવ્યને વાર્તામાં ઘણો લખાયો,
ચંદ્ર્યાન કેરા નામે પ્રસિધ્ધિ તું આજે પામ્યો.
ઉત્સવનો આ દિવસ ઉજવીએ તારા નામે,
ચંદ્રયાનનો વિસામો તારી ધરતીમાં અપાયો.
- ડૉ. ઉષા જાદવ "શ્યામા"
બાંહેધરી:- આથી હું ઉષા જાદવ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.