ધારણા - વસુધા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 25 ઑગસ્ટ, 2023

ધારણા - વસુધા


રચનાનું નામ - ધારણા

લેખકનું નામ- વસુધા

➖➖➖➖➖➖➖➖


ધારણા મારી જરાં ટૂંકી પડી.

લાગણી એમાં હજી ઓછી પડી.


સંભવિત એની નજર ના ઓળખી,

એ ઇશારામાં ખબર થોડી પડી.


ચાલતો ધૂની હવાના જોરમાં,

ભાગ્યની એ માંગણી ખોટી પડી.


ઘૂઘવી સાગર ધસે મોજાં ભરી,

પણ કિનારાની ખમા મોડી પડી.


શું ખબર કોની અપેક્ષા કેટલી?

ભાવની કિંમત ઘણી મોળી પડી.


છે નસીબે ખાર કે ઉદ્ધાર એ,

સ્વાંગની સમજણ અહીં કોરી પડી.


તોય હું ટટ્ટાર થઇને ચાલતો,

શ્વાસની ફરિયાદ પણ નોખી પડી.


એક આશા છે અધૂરી આજ પણ,

પણ બધી ઈચ્છા સતત પોલી પડી.


તોય હસતાં કાપવો છે રાહને,

ચાહની ચાહત જુઓ ભોળી પડી.


દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર


 

લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા


બાંહેધરી :- આથી હું, 'દેવીબેન વ્યાસ-વસુધા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...