વિષય:- સ્વાતંત્ર્ય દિવસ
પ્રકાર પદ્ય
શીર્ષક:- દેશભક્તિ
કાંટાઓમાં પણ ફૂલ ખિલવીએ
આધરતીને સ્વર્ગ બનાવીએ.
આઓ બધાંને ગળે લગાવીએ
આપણે સ્વતંત્રતાનો તહેવાર
મનાવીએ.
આન દેશની શાન દેશની
દેશનાં અમે સંતાન છીએ.
ત્રણ રંગોથી રંગ્યો તિરંગો
અમારી એ ઓળખાણ છે.
દેશ પર જો વારી જાયે
અમર એ ઈન્સાન રહે છે.
રહેશે જ્યાં સુધી આ દુનિયા
દેશ પર એનું અહેસાન રહેશે.
ગંગા,યમુના અહીં નર્મદા,
મંદિર,મસ્જિદ ને સંગ ગિરિજા.
શાન્તિ,પ્રેમની દે છે શિક્ષા
મારો ભારત સદા સર્વદા.
આઝાદ ભારતનાં લાલ છે અમે
આજે શહીદોને સલામ કરીએ છે.
યુવાન દેશની શાન છે અમે
અખંડ ભારતનો સંકલ્પ કરીએ છીએ..
- પલ્લવી જોષી સરિતા
આ મારી સ્વરચિત રચના છે એની હું ખાત્રી આપુ છું.
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.