સાચી સ્વત્રંતતા - કૃપા બોરીસાણીયા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

મંગળવાર, 15 ઑગસ્ટ, 2023

સાચી સ્વત્રંતતા - કૃપા બોરીસાણીયા

 વિષય - સાચી સ્વત્રંતતા

 લેખકનું નામ - કૃપા બોરીસાણીયા

 ➖➖➖➖➖➖➖➖➖➖➖


          વંદે માતરમ, જય હિન્દ, શહીદી, સ્વતંત્રતા, ગુલામી માંથી આઝાદી, 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી, આ બધા શબ્દો ફક્ત વર્ષમાં બે થી ત્રણ વખત જ યાદ કરવામાં આવે છે. શું તે પૂરતું છે? આજની પેઢીને સાવ મફતમાં મળેલી આ આઝાદીની શું આટલી જ કિંમત છે? શું એટલા માટે જ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ ક્રાંતિવીરોએ પોતાના બલિદાન આપ્યા હતા? પોતાનું જીવન કુરબાન કર્યું હતું?

      

         ના, સાચી આઝાદી એ ફક્ત જમીનની આઝાદી નથી કે ફક્ત અંગ્રેજોને આપણા દેશમાંથી ભગાવવાની આઝાદી નથી. અરે! હું તો કહું છું કે આજના સમયમાં પણ આપણે ગુલામ જ છીએ. ગુલામ છીએ ભ્રષ્ટાચારના, ગુલામ છીએ કોમવાદના, ગુલામ છીએ ભેદભાવના અને ગુલામ છીએ એ વિદેશી કંપનીઓના, એ વિદેશી વિચારોના, એ પશ્ચિમની સંસ્કૃતિઓના કે જેણે આજે આપણને આપણી માતૃભૂમિથી દૂર કરી દીધા  છે. આજે જ્યાં જુઓ ત્યાં લોકોમાં એક બીમારી જેવું લાગી ગયું છે કે બધી વસ્તુ ફોરેનની સારી હોય છે. વિદેશી વસ્તુની ગુણવત્તા સારી હોય છે. વિદેશમાં આવક સારી હોય છે. વિદેશના લોકો બુદ્ધિશાળી હોય છે. પશ્ચિમી સંસ્કૃતિમાં રંગાઈને ભારતની આ અણીશુદ્ધ સંસ્કૃતિને એવો તે કાટ લાગ્યો કે આજે દેશનો કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે જે વિદેશી સંસ્કૃતિ થી પ્રભાવિત નહીં હોય.


               વિદેશની આ તમામ સંસ્કૃતિઓ, વિચારધારાઓ, ઉપકરણો આ બધાએ આજે આપણને આઝાદીના 76 વર્ષ પછી પણ ગુલામ બનાવી રાખ્યા છે. એટલે જ યુવા પેઢીના બહુ મોટા વર્ગને દેશમાંથી ભણી ગણીને બને તેટલું ફોરેનમાં સેટલ થવું છે. ફોરેન કલ્ચરની આંધળી દોટ માંથી મુક્ત થઈ માતૃભૂમિના સંસ્કારોથી લિપ્ત થવું પડશે, ત્યારે જ મળશે સાચી આઝાદી. વસુધૈવ કુટુંબકમની આપણી પરંપરાને અપનાવી વિભક્ત કુટુંબને બદલે સંયુક્ત કુટુંબને મહત્વ આપી એકબીજા પ્રત્યેના લોભ, લાલચ, દ્વેષ ભૂલીને પ્રેમ, લાગણી, સ્નેહ અને સંબંધના સેતુથી જ્યારે આપણે જોડાશું ત્યારે જ મેળવી શકીશું સાચા અર્થમાં આઝાદી.


                 ભેદભાવ, ભ્રષ્ટાચાર, ખોટી ભ્રમણાઓ, કોમવાદ, આંદોલનો, એકબીજા પ્રત્યેનો વેરભાવ, ઈર્ષ્યા, દ્વેષ, સ્પર્ધા આ બધું ત્યજીને જ્યારે સમગ્ર દેશ એક કુટુંબ છે એવું માનશું ત્યારે જ સાચા અર્થમાં દેશ વિકસિત થવા તરફ આગળ વધશે. ફક્ત 15 મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જ નહીં વર્ષના તમામ દિવસે તિરંગા પ્રત્યે માન સન્માન થશે. વર્ષના તમામ દિવસે પોતાનું સમગ્ર જીવન કુરબાન કરીને શહીદીને વોહરી લેતા શહીદોને દિલમાં રાખી તેના બલિદાન અને સાચી શ્રદ્ધાંજલિ આપીને સ્વદેશી વિચાર સ્વદેશી સંસ્કૃતિ અને સ્વદેશી વસ્તુઓ અપનાવશું ત્યારે મળશે સાચી આઝાદી અને કદાચ એ તમામ મા એ તમામ બહેનો કે એ તમામ પરિવારના એ લોકો કે જેમણે આઝાદીની લડાઈમાં પોતાના સ્વજનોને હસતા મોઢે દેશ માટે કુરબાન કરી દીધા છે એ બધાને સાચી મુક્તિ અને સાચો મોક્ષ મળશે..


બાંહેધરી :- આથી હું,  કૃપા બોરીસાણીયા ખાતરી આપુ છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...