લેખક : દિલીપ ધોળકિયા,"શ્યામ"
રચનાનું નામ : શીર્ષક : હોય શ્રદ્ધા ખુદ ઉપર
-------------------------
રાત કે દિવસ કશું ગણતો નથી.
શ્વાસ પોરો બે ઘડી ધરતો નથી.
મોત રાખી જે ફરે છે હાથમાં,
કાળથી એતો કદી ડરતો નથી.
ફૂલ થઇ સુગંધ જે વહેંચ્યા કરે,
જીવ તે યાદો મહીં મરતો નથી.
છો ભલે ને આવતાં લઈ આગ સૌ,
એમ આતમ કોઈથી બળતો નથી.
જે ધરી સંયમ અહીં ચાલ્યાં કરે,
એ સિતારો તો કદી ખરતો નથી.
હો, ઘરોબો જો દરદથી રોજનો,
એ જગતનાં ઘાવને ગણતો નથી.
હોય શ્રદ્ધા ખુદ ઉપર જેને અહીં,
એ પછી પડકારથી પડતો નથી.
~દિલીપ ધોળકિયા,"શ્યામ"
જૂનાગઢ.
આથી હું બાંહેધરી આપું છું કે આ મારી સ્વ રચીત રચના છે..
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.