રચનાનું નામ: વિનંતી
લેખક નું નામ: ઘનશ્યામ વ્યાસ
પ્રભુ તારા ધામ હજાર
મળવું તને કેવી રીતે
ગૂગલ મેપ મોકલાવ
પહોચવું કેવી રીતે ?
આંસુઓ હવે છલકાયા
હાથપગ પણ છોલાયા
નાડી હવે માંડી તૂટવા
ટશરો જો માંડી ફૂટવા.
બીપી ને ડાયાબિટીસ
વારસાની છે બક્ષિશ
ઘુટણ માગે છે બદલી
Dr રકમ માગે તગડી.
ઠુકડો માર્ગ બતાવ
ધામે આવું કઈ રીતે?
આવ્યા પછી મને તું
સમય આપીશ ને ?
મારી પાસે આવીશ ને
આવીને બેસીશ ને?
ચાલ આજે જ આવું
એકાદશી છે.
બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ '"શ્યામ" ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.