શીર્ષક શું થશે ? - પલ્લવી જોષી - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 12 ઑગસ્ટ, 2023

શીર્ષક શું થશે ? - પલ્લવી જોષી



રાત આખી યાદમાં જાગવાથી શું થશે ?

સાથ રાખી યાદમાં રાખવાથી શું થશે ?


હાલ મારા જાણવા તું આવજે સાથી હવે,

સાજ મારો  સજાવવાથી શું થશે ?


નાવ પાણીમાં ચલાવી તું આવજે માહી હવે,

ભાર તારો ભૂલીશ ભૂલવાથી શું થશે ?


બાગમાં ફૂલો બીછાવી આવજે  તું સદા,

રાહમાં કાંટા ઉગાડી રાખવાથી શું થશે ?


આભના તારા બતાવી આવજે સાથે હવે,

હોઠ તારા ગુલાબી રાખવાથી શું થશે ?


- પલ્લવી જોષી. સરિતા


  આ મારી સ્વરચિત રચના છે અને અપ્રકાશિત રચના છે. એની હું બાંહેધરી આપું છું.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...