માધ્યમની માયાજાળ : માતૃભાષા કે અંગ્રેજી - કૃપા બોરીસાણીયા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 2 ઑગસ્ટ, 2023

માધ્યમની માયાજાળ : માતૃભાષા કે અંગ્રેજી - કૃપા બોરીસાણીયા

 નામ:. કૃપા બોરીસાણીયા

વિષય :- માધ્યમની માયાજાળ : માતૃભાષા કે અંગ્રેજી



             આજના આ સ્પર્ધાના યુગમાં દેખાદેખી અને અન્યથી ચડિયાતાં દેખાવાની હરોળમાં સમગ્ર વિશ્વ લાગી ગયું છે. આજના સમયમાં લોકો સારા નરસાનો વિચાર કર્યા વગર જ સ્પર્ધામાં લાગી જાય છે. મોટાઓ તો ઠીક પણ બાળકો પણ આ સ્પર્ધામાંથી બહાર નથી. આજે આપણે વાત કરવાની છે શિક્ષણ ક્ષેત્રની.

                  આજકાલ નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં મૂકવાનો. બાળકની માનસિક અને બૌદ્ધિક ક્ષમતાઓ ચકાસ્યા વગર જ અન્યની દેખાદેખી અને સ્પર્ધાની હરોળમાં પોતાના બાળકને શ્રેષ્ઠ અને અવ્વલ લાવવાની ઘેલછામાં આજના મા-બાપનું જો કોઈ અવિચારી પગલું છે, તો એ છે બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં દાખલ કરવાનું. શિક્ષણનો હેતુ શું છે? બાળકમાં સામાજિક, શૈક્ષણિક, માનસિક, સંવેદનાત્મક, અને તર્કબધ્ધ મૂલ્યો કેળવાય એ શિક્ષણનો હેતુ છે. આ હેતુને ધ્યાનમાં રાખીને હવે એ વિચારવાનું કે બાળકને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવું કે માતૃભાષામાં?

                કહેવાય છે કે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારથી જ ઘર પરિવારનું વાતાવરણ અને ભાષા તેના પર અસર કરે છે. અને માતાના ગર્ભમાં પણ સાંભળીને તે ઘણું બધું શીખે છે. ત્યારે તો તે માતૃભાષા જ સાંભળે છે. અને જન્મ થયા બાદ પણ ઘર, પરિવાર, સમાજ અને જે પ્રદેશમાં તે વસવાટ કરે છે ત્યાંની માતૃભાષા જ તે પ્રથમ સાંભળે છે. અને તેની તેના મગજ પર ઘેરી છાપ પણ પડે છે. હવે બાળક જ્યારે સમજણું થાય તમે એને શાળામાં દાખલ કરો છો ત્યારે ભાષાનું માધ્યમ અચાનક જ બદલાઈ જતા તેનું મગજ નવા વિચારો ઉત્પન્ન નથી કરી શકતું. બે ભાષાના વમળોમાં ધીમે ધીમે બાળક ખેંચાતું જાય છે અને તેની સમગ્ર અસર તેના માનસિક અને સર્વાંગી વિકાસ પર પડે છે.

                 કેટ કેટલાય તર્ક શાસ્ત્રીઓ, મનોવૈજ્ઞાનિકો, શિક્ષણ શાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો અને બુદ્ધિજીવીઓ દ્વારા વારંવાર કરાતા સર્વે દ્વારા એ તારણ કાઢવામાં આવ્યું છે કે જો બાળકનો બુદ્ધિઆંક તમે ઊંચો બનાવવા માંગતા હોય, અને તમે ઈચ્છતા હોય કે તમારું બાળક ખૂબ જ બુધ્ધિશાળી બને અને બાળકનો સર્વાંગી વિકાસ થાય, તો બાળકનું કમ સે કમ પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ થવું જોઈએ.ત્યાર પછી અંગ્રેજી અપનાવતા તે બે ભાષા વચ્ચે તાલમેલ સાધતા શીખી જાય છે.

                બાળકના વ્યક્તિત્વના તમામ પાસા નો વિકાસ હંમેશા તેની આસપાસના વાતાવરણમાં બોલાતી માતૃભાષા દ્વારા જ થાય છે. કહેવાય છે કે જે ભાષામાં વ્યક્તિને સ્વપ્ન અને વિચાર આવે છે તે ભાષામાં જ કોઈપણ વ્યક્તિ કે કોઈ પણ બાળક સમાજના તમામ પહેલુંઓ નું જ્ઞાન અને તમામ પ્રકારનું શિક્ષણ સારી રીતે મેળવે છે. તે પછી અભ્યાસક્રમને સંબંધિત હોય કે પછી વ્યવહારુ જ્ઞાન હોય.

               મારો આ લેખ વાંચતા તમામ વ્યક્તિને મારું એક નમ્ર નિવેદન છે કે કુલ 1369 ભાષાઓ બોલતા આ ભારત દેશના નાગરિક તરીકે એટલું જરૂર વિચારજો કે અંગ્રેજી માં નહિ પરંતુ તમામ ભાષાઓની જનની એવી સંસ્કૃત ભાષા તથા રાષ્ટ્રભાષા હિન્દી અને તમામ 1369 ભાષાઓ પૈકી શિક્ષણ મેળવી આજે વિશ્વના તમામ ખૂણે ભારતીયો સર્વશ્રેષ્ઠ પદ પર રહી સડસડાટ અંગ્રેજી પણ બોલી રહ્યા છે અને ભારત દેશ ની સાથે સાથે પોતાની માતૃભાષાનું ગૌરવ પણ વધારી રહ્યા છે.


- લેખકનું નામ : કૃપા બોરિસાણીયા


બાહેંધરી: હું કૃપા બોરિસાણીયા બાહેંધરી આપુ છું કે આ મારી સ્વરચિત અને મૌલિક સર્જન છે.જો નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો તમને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...