મિત્રોને સમર્પણ - ઘનશ્યામ વ્યાસ"શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

સોમવાર, 28 ઑગસ્ટ, 2023

મિત્રોને સમર્પણ - ઘનશ્યામ વ્યાસ"શ્યામ"

રચનાનું નામ:- મિત્રોને સમર્પણ

લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ"શ્યામ"


ઘરમાં બધાએ

વડીલ બનાવી દિધો.


સોસાયટીવાળાએ

કાકો બનાવી દિધો.


સગા સંબંધીઓએ

મામો બનાવી દીધો.


રસ્તાના વટેમાર્ગુએ 

 ઘરડો બનાવી દીધો.


ગાડીવાળાઓએ

એય બુઢ્ઢા દિખતા નહી ?


કોઈએ તો લાકડી

રાખવા પણ કહી દીધું.


પહોંચ્યો હું ગાર્ડનમાં

આવકાર આપ્યો મિત્રોએ 

 

યાર  આવી ગયો ?

તારા વગર મજા નહોતી.


તારા પાંચ રાઉન્ડ સાથે

કેવા ગલગલીયા કરાવે.


ચા પાણી નાસ્તા  સાથે

કેવી મિજબાની પણ કરાવે. 


બસ તું મિત્રોને રોજ મળ 

બરકરાર રહેશે બધી જવાની


જોઈ લઈએ પછી કોણ કે

છે કાકો,મામો,ઘરડો, ને બુઢ્ઢો?


બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ '"શ્યામ" ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. 


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...