પરમાણું અને પાણીપુરી - નેન્સી અગ્રાવાત - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

સોમવાર, 28 ઑગસ્ટ, 2023

પરમાણું અને પાણીપુરી - નેન્સી અગ્રાવાત


રચનાનું નામ - પરમાણું અને પાણીપુરી

લેખકનું નામ: નેન્સી અગ્રાવત

પ્રકાર: હાસ્ય કવિતા  


પરમાણું 'ને પાણીપુરી મારે  બેઉં સરખા,

ફિઝિક્સ ભણાવે સાહેબ 'ને હું મારું વલખા..!


ભીતર પ્રોટન જઇને બેઠો, ધનની ખુરશી પકડી,

જાણે, બટેકાને ચણાનો માવો, ઘુસ્યા પૂરી ફોડી.


ન્યુકિલયરની ફરતા ઇલેક્ટ્રોન, માથે ઋણ ચૂકવતા, 

સેવ સાથે ડુંગળી જો ને, ભીતર જવા મથતા.


પરમાણું 'ને પાણીપુરી મારે  બેઉં સરખા,

ફિઝિક્સ ભણાવે સાહેબ 'ને હું મારું વલખા..!



બેલેન્સ કરવા મહારાજ ન્યુટ્રોન, તટસ્થ થઈને બેઠા, 

મીઠાં ગોળને ખાટી આમલી, મોમાં પાણી લાવતા.


પરમાણુએ સમૂહ બનાવી,  અણુની રચના કરી,

જાણે, વીસ રૂપિયાની છ પુરી, એક પ્લેટમાં સમાણી.


પરમાણું 'ને પાણીપુરી મારે  બેઉં સરખા,

ફિઝિક્સ ભણાવે સાહેબ 'ને હું મારું વલખા..!


પરીક્ષામાં આવે  પ્રશ્ન, ત્યારે માથું હું ખંજવાળું,

આંખો બંધ કરું ને, ફરી પાણીપુરી સંભારું.


હવે બેઠા નેન્સીના  મગજમાં, પરમાણુંના માળખાં, 

પરમાણું 'ને પાણીપુરી મારે  બેઉં સરખા,

ફિઝિક્સ ભણાવે સાહેબ 'ને હું મારું વલખા,

પરમાણું 'ને પાણીપુરી મારે  બેઉં સરખા.

લેખકનું નામ:- નેન્સી અગ્રાવત 


બાંહેધરી :- આથી હું, ' નેન્સી અગ્રાવત ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...