રચનાનું નામ :ને
લેખક: છાયા શાહ 'સખ્ય'
વાદળોએ સજાવી હતી મહેફિલ,
ને, મુશળધાર વરસે મારી આંખ.
ઉંચે આભમાં વિહંગ જોડું એકલ,
ને, ઉડવા તરસે મારાં મનની પાંખ.
જોબનવંતી સરીતાને ઉભરે વ્હાલ,
ને, હું ઉછળતા સમણાં લઈ કાખ.
સૂનાં સરોવર તટે ઉગે કમલ,
ને, મુજ તિમિર દિલે ફૂટે છે ભાંખ.
કામણગારો સાહેબો મારો સાંવલ,
ને, વિજોગણ રાહ જુએ બેઠી સાંખ.
છાયા શાહ *'સખ્ય'* મુંબઈ
બાંહેધરી : આથી હું છાયા શાહ ખાતરી આપું છું કે આ રચના મારૂ મૌલિક સજૅન છે.
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.