લેખકનું નામ : દિલીપ ધોળકિયા,
"શ્યામ"
રચનાનું નામ : શીર્ષક : પથ્થર નથી હું...
------------------------
હજુ જીવી રહ્યો છું સાવ બસ પથ્થર નથી હું.
છતાં આવું બધાને યાદ એ અવસર નથી હું.
રહું આભે છતાં કાયમ ધરા પર ડગ ભરું છું.
સમાંતર સાવ છું તારી જરા અધ્ધર નથી હું.
તમે માંગો અને આપું નહીં એવું બને ના,
અરે! દિલ છે ઘણું મોટું ભલે સધ્ધર નથી હું.
કરી શકશો અગર ના પાર તો ડૂબી જવાના,
છલોછલ ભાવ રાખું છું, સૂકું સરવર નથી હું.
ઘડી ઝબકી અને બુઝાવ એ દિપક ન સમજો,
સૂરજ છું,રોશની આપું સદા ક્ષણભર નથી હું.
હવા, પાણી, અગન,તેજે તથા પૃથ્વી સમીપે,
નથી એકેય એવું સ્થાન જ્યાં પળભર નથી હું.
~દિલીપ ધોળકિયા,"શ્યામ"
જૂનાગઢ.
આથી હું બાંહેધરી આપું છું કે, આ મારી પોતાની સ્વ રચિત રચના છે..
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.