ઉપરવાસથી તરતી આવે,
ફરકે અણસારી ભાત.
આ જો ! જાનીવાલીપીનારા.
સાત લસરકે ને એક સિતારો.
નયનરમ્ય સંધ્યા ઝળહળી,
ને ચાંદરણાનું રેશમ ફરકે.
આ જો ! જાનીવાલીપીનારા
કરે ધનુષ ટંકાર.
સાતેય રંગો ઝંખુ ઝીણવટભરી,
ને દેખું સત્ય શ્વેત સૃષ્ટિ.
આ જો ! જાનીવાલીપીનારા
કરે નવી અણસાર.
બાંહેધરી :- આથી હું, 'મોરી આકૃતિબા' ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.