પાકટ વયે પ્રેમ - ઘનશ્યામ વ્યાસ "શ્યામ" - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 13 ઑગસ્ટ, 2023

પાકટ વયે પ્રેમ - ઘનશ્યામ વ્યાસ "શ્યામ"

રચનાનું નામ: પાકટ વયે પ્રેમ

લેખકનું નામ: ઘનશ્યામ વ્યાસ "શ્યામ"


પાકટ વયે પ્રેમ

         કરવાની મજા છે.

પાકટ પ્રેમ સાથે

        જીવવાની મજા છે.


ગુજરાતી સાડી ને

         કેડ માં છે ઝુમખો

સોનેરી ચશ્મા પણ

       પહેરવાની મજા છે.


  ચાંદીના વાળ 

        સાથે ફોલ્ડિંગ સ્ટીક    

 ગાડીમાં થી હસતા

      આવકારની મજા છે.


 મંદિરમાં મહાદેવ  

          પ્રસન્ન કરે એને

પ્રસન્ન કરવાની એક

          ઓર જ મજા છે.


મંદિરના બાંકડે બેસી

          એકબીજાને શાંતિ 

થી નિરખવાની

        પણ એક મજા છે.


એક જલેબી અને

      બે ફાફડા સાથે ત્રણ

મરચાં બોખા દાંતે

         ખવડાવવાની ને

ઉભા ઉભા ખાવાની

        પણ એક મજા છે.


ન કોઈ અનુચિત

          માંગણી કે ગુસ્સો

બસ એકબીજાના 

          હુંફ ની મજા છે.


થોડું જીવવું પણ

           પ્રેમ થી જીવવું

હળીમળીને ને

         રહેવાની મજા છે.


બાંહેધરી :- આથી હું, 'ઘનશ્યામ વ્યાસ ' "શ્યામ" ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. 


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...