રચનાનું નામ;સમાજ અને સ્ત્રી
લેખક; અંજના શ્રીમાળી અંજીતા
"એમ કહેવાય છે કે નારી તું નારાયણી "પણ સૌથી વધારે અગર કોઈ દરેક પરિસ્થિતિનો સામનો કરે છે" ,હસતા મોઢે . ક્યારેક તો એના ચહેરા પર શિકન પણ નથી આવતી તેને તકલીફ છે કે નહીં, એનું જીવન હંમેશા બીજાને સમર્પિત હોય છે કદાચ એટલે જ એને નારાયણી કહે છે .
એક સ્ત્રી પોતાની કુટુંબની જવાબદારી સાથે સાથે જોબ કરવી ,પરિવાર માટે સમય કાઢવો, બાળકોને સંસ્કાર આપવા, ભણાવવું ,બધું જ એ જ્યારે એકલા હાથે કરતી હોય,ત્યારે કોઈ વાર એનાથી કોઈ ક્ષતિ થઈ જાય તો ,સઘળો આરોપ સ્ત્રી પર લાગે છે. એમ તો કહેવાય છે ,આ આધુનિક યુગ છે. સ્વતંત્રતા સૌને મળેલી છે .દરેક પોતાની રીતે પોતાના સપના ને પૂરા કરવા મથતા રહે છે, પણ સ્ત્રીનું જીવન શું? એની મનોદશા ને ક્યારે કોઈ વાંચી શક્યું છે? તમે એના માટે થોડું ઘસાવ ને તો સ્ત્રી એનું જીવન સમર્પિત કરી દે છે. છતાં આપણે જે સમાજમાં રહેતા હોઈએ તે આપણને સાથ નથી આપતો. સમાજ એની રૂઢિવાદી વિચારધારા છોડતો નથી અને સ્ત્રીને દરેક વસ્તુ સંભાળીને એના જીવનમાં આગળ વધવાનું હોય છે એના સપના પૂરા કરવાના હોય છે.ત્યારે તે એકલી ઝઝૂમતી હોય છે.. સમાજ હંમેશા મેણાટોણા મારવા અને સિવાય બીજું કંઈ પણ નથી આપતો. પોતે કમાવીને ઘરમાં આપે છે છતાં એના શોખ પૂરા નથી કરી શકતી. એનું જીવન એના પરિવારને સંપૂર્ણપણે સમર્પિત હોય છે. આ વાત કોઈની સમજાતી નથી. સ્ત્રીનું જીવન હંમેશા કોઈકના ઈશારો પર જ ચાલતું હોય છે .એની હા માં હા અને એની ના મા ના બસ એમ જ જીવતી હોય છે. સ્ત્રી બહુ બધું નથી જોઈતું. એના બહુ મોટા સપના નથી હોતા .બસ ફક્ત બે પ્રેમ ભર્યા શબ્દો અને અખૂટ લાગણી ,એના માટે બસ બહુ છે.
- અંજના શ્રીમાળી. અંજિતાં
બાહેધરી: હું ખાતરી આપું છું કે આ લેખ મારુ મૌલિક સર્જન છે.
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
વાહ...સુંદર લેખ ..
જવાબ આપોકાઢી નાખો