અંતે તો આપણે બે જ હોઈશું ને - કૃપા બોરીસાણીયા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 12 ઑગસ્ટ, 2023

અંતે તો આપણે બે જ હોઈશું ને - કૃપા બોરીસાણીયા

 વિષય - અંતે તો આપણે બે જ હોઈશું ને!

 લેખકનું નામ - કૃપા બોરીસાણીયા

 ➖➖➖➖➖➖➖➖➖➖➖


         એકબીજાથી તદ્દન અલગ પ્રકૃતિ અને વિચારસરણી ધરાવતા ઈશ્વરે બે પાત્ર બનાવ્યા છે, સ્ત્રી અને પુરુષ. એક બીજાથી સાવ અલગ અને તદ્દન જુદા છતાં પણ વિધાતાની કરામત જુઓ કે બંનેને પતિ પત્નીના સંબંધથી જોડી વિશ્વનો શ્રેષ્ઠ સંબંધ બનાવ્યો. પરંતુ આજના સમયમાં આ સંબંધ સૌથી વધારે તૂટે છે. છાશવારે આપણે જોતા હોઈએ છીએ કે લગ્નના ટૂંકા જ ગાળામાં મોટાભાગના દંપત્તિઓ છૂટાછેડા લે છે.તેનું સૌથી મોટું અને જવાબદાર કારણ છે સમજણ અને સહનશીલતા નો અભાવ.ખોટું સહન નથી કરવું અને દરેક વાતમાં આપણે જ સમજવું એવું પણ નથી.પરંતુ મોટાભાગે પરિસ્થિતિ મુજબ મન પર થોડો કાબૂ રાખીએ તો બધું બરાબર થય જાય છે.પણ આપણે સંબંધ કરતા આપણી જીદ ને વધારે મહત્વ આપીએ અને જીવનનો અમૂલ્ય સંબંધ ખોઈ બેસીએ છીએ. 


         આજના આ સુવિધા ના યુગમાં બધું જ જોયા જાણ્યા પછી એકબીજા સાથે લગ્નગ્રંથિથી જોડાયેલા યુગલો શા માટે પતિ પત્નીના પવિત્ર સંબંધને નિભાવી નથી શકતા? જ્યારે સુખ સુવિધાઓ તો આ સમયમા પહેલાના સમય કરતા વધારે છે?છતાં પણ અવર નવર જોઈએ છીએ કે લગ્નના ટુંક સમયમાં જ એકબીજાથી માં કેમ ભરાય જાય છે? તેનું કારણ છે સંબંધ તો જોડાય છે પરંતુ મનથી નથી જોડતા.


            પ્રેમ, વિશ્વાસ અને જતું કરવાની ભાવના અને ખાસ સંબંધ નિભાવવાની પૂરી કોશિશ જ્યારે બંને તરફથી હોય તો આ સંબંધ ક્યારેય તૂટતો નથી. સંઘર્ષ ક્યાં સંબંધ માં નથી હોતો, પણ કોઈ પણ ઝગડા પર અથવા કોઈ પણ નોકજોક પર જેટલી જલ્દી પૂર્ણવિરામ મૂકીએ એટલી સંબંધોમાં આવતી કડવાહટ અને દુરી ઘટે છે.સામાન્ય ઝગડાઓ પ્રેમની તીવ્રતા વધારે છે. અલબત્ત એ ત્યારેજ થાય છે જ્યારે બંને તરફથી લાગણી વધારે હોય.જો કોઈ કહે કે અમારી વચ્ચે ઝઘડા થતા જ નથી તો સમજવું કે સંબંધમાં કંઈક ખૂટે છે. સાચો સંબંધ કાર્ડ્યોગ્રમ જેવો હોય છે જે સતત ઉપર નીચે થતો જ રહે છે. સાથે રહો છો તો ઝઘડા થવાના જ પરંતુ એ તમારા પર છે કે કેટલો જલ્દી તમે ઝઘડા પર પૂર્ણવિરામ મૂકો છો. કારણકે ની જીવનની સંધ્યા ટાણે કે જ્યારે દરેક સંબંધ છૂટી જશે ત્યારે અંતે તો આપણે બે જ હશું ને!

            

બાંહેધરી :- આથી હું,  કૃપા બોરીસાણીયા ખાતરી આપુ છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...