રચનાનું નામ - તો જ બોલો
લેખકનું નામ-દેવીબેન વ્યાસ-વસુધા
➖➖➖➖➖➖➖➖➖➖➖
હોય હિંમત તો જ બોલો.
હોય અવગત તો જ બોલો.
કાન ભંભેરો ન ચાલે,
હોય સંપત તો જ બોલો.
સ્વાર્થ કેરી વાત મૂકો,
હોય સવલત તો જ બોલો.
આ સભા છે બુદ્ધ સૌથી,
હોય કૌવત તો જ બોલો.
શબ્દ પર રાખો લગામો,
હોય તાકત તો જ બોલો.
ભાગલાની રીત છોડો,
હોય એકમત તો જ બોલો.
જિંદગીને શ્રેષ્ઠ વાંચો,
હોય સંમત તો જ બોલો.
ના ઉતાવળ હોય ખોટી,
હોય ધરપત તો જ બોલો.
લાગણીની વાત છેડી,
હોય ચાહત તો જ બોલો.
દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર
.
લેખકનું નામ:- દેવીબેન વ્યાસ-વસુધા
બાંહેધરી :- આથી હું, દેવીબેન વ્યાસ-વસુધા ખાતરી આપુ છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.