રચનાનું નામ:- ઉદાસીનું સન્માન
લેખકનું નામ:- ઘનશ્યામ વ્યાસ"શ્યામ"
મોટા સાહિત્યકારનું
દેખાડ્યું મકાન
ગામને છેવાડે.
દેખાય એક જ બારી
થોડી બંધ થોડી ખુલ્લી.
સામે ઉછળતો દરિયો
ને પાછળ છે સ્મશાન.
દેખાય ચામાચીડિયાં
ને મધપૂડાના ટોળા.
ખખડધજ ભેખડો
સાથે કાળમીંઢ પથ્થરો.
મકાનમાં કવિ એ કર્યું તું
કવિતાનું આદાન પ્રદાન.
ગાળ્યુ તું એકલતામાં
એમણે આખું જીવન.
આજે થયું છે
કવિની ઉદાસીનતાનું
મરણોત્તર સન્માન,
પર્યટકો આવી ને
નિહાળે ભવ્ય મકાન.
મનમાં બોલે કવિ
તમને લાખો સલામ
બાંહેધરી:- આથી હું ઘનશ્યામ વ્યાસ ખાતરી આપું છું કે આ કવિતા મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.